Showing posts with label NMMS. Show all posts
Showing posts with label NMMS. Show all posts

Saturday, January 2, 2021

NMMS Scholarship 2020

NMMS પરીક્ષાનુ ફોર્મ ભરેલ તમામ વિદ્યાર્થીઓ સુધી આ મેસેજ પહોચાડવા વિનંતી🙏

*રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર* તથા *સમગ્ર શિક્ષા, ગુજરાત* ના સંયુક્ત ઉપક્રમે *ગુજરાત વર્ચ્યુઅલ શાળા* ના પ્રોગ્રામના માધ્યમથી *તા.29/12/2020* થી *એન.એમ.એમ.એસ.ના પરીક્ષાર્થીઓ માટે* (ધો.૮ ના વિદ્યાર્થીઓ માટે) *દરરોજ 3:00 થી 4:00 કલાક* તજજ્ઞ શિક્ષકો દ્વારા સીધા માર્ગદર્શનનું પ્રસારણ *Gujarat e-Class* YouTube ચેનલના માધ્યમથી કરવામાં આવનાર છે. તો આનો મહત્તમ લાભ આપના તાબા હેઠળના તમામ વિદ્યાર્થીઓ લે તે સુનિશ્ચત કરવા વિનંતી.
આ લીંક કાયમ સાચવી રાખો. દરરોજ 3 વાગ્યે આ લીંક પર વિડીયો મુકવામા આવશે.
NMMS VIDEOS

Tuesday, October 8, 2019

NMMS EXAM 2019

NMMS 2019



રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધો. ૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક અને ઉ.મા. શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધો. ૮માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) નામની યોજના MHRD, New Delhi તરફથી અમલમાં મુકવામાં આવેલ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા તા: ૨૨/૧૨/૨૦૧૯, રવિવારના રોજ આ શિષ્યવૃત્તિ માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા યોજવામાં આવશે.

       આ પરીક્ષા માટેના આવેદનપત્રો રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પરથી તા: ૧૦-૦૯-૨૦૧૯ થી તા: ૧૦-૧૦-૨૦૧૯ દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે.

શિષ્યવૃત્તિની રકમ તથા ચુકવણીના નિયમો:

·        પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત ક્વોટામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂ. ૧,૦૦૦/- લેખે વાર્ષિક રૂ. ૧૨,૦૦૦/- મુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.

·        શિષ્યવૃત્તિની રકમની ચુકવણી MHRDની ગાઈડલાઈન અનુસાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ભારત સરકારના માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય દ્વારા થશે.

·        શિષ્યવૃત્તિની રકમ MHRD દ્વારા સીધી જ લાભાર્થી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં National Scholarship Portal મારફતે થશે.

પરીક્ષા ફી:

·        જનરલ તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂ. ૭૦/- રહેશે.

·        પી.એચ., એસ.સી તથા એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂ. ૫૦/- રહેશે.

·        સર્વિસ ચાર્જ અલગથી ચુકવવાનો રહેશે.

·        કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહી.

·   પરીક્ષા ફી પોસ્ટ ઓફિસમાં કે ઓનલાઈન ભરી શકાશે.

      પરિપત્ર જોવા માટે : અહી ક્લિક કરો 

    ઓનલાઈન ફોર્મ ભરવા માટે ઇમેજ પર ક્લિક કરો. (ઓફિસીઅલ વેબસાઈટ)
(From 10-09-2019)




Saturday, September 28, 2019

NMMS

નમસ્કાર મિત્રો,

આ વિભાગમાં પ્રાથમિક વિભાગ માટે ખૂબ જ ઉપયોગી એવી NMMS એટલે કે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા માટેનું મટીરીયલ મૂકવા જઈ રહ્યો છું. ફોર્મ ભરવાથી માંડીને બાળકોને તૈયાર કરાવવા માટેનું તમામ મટીરીયલની સાથે સાથે તેનું પરિણામ પણ કઈ સાઈટ ઉપરથી જોઈ શકાશે તે તમામ માહિતી તમને નીચેની લિંક ઉપરથી મળી રહેશે.

NMMS માટેની તમામ માહિતી માટેની SEB ની સાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો.

NMMS નું ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો. 

NMMS માટેની ફી ભરવા માટે અહીં ક્લિક કરો.

NMMSનું પરિણામ જાણવા માટે અહીં ક્લિક કરો.

NMMS પરીક્ષાનું ૨૦૧૨નું પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

NMMS પરીક્ષાનું ૨૦૧૩નું પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

NMMS પરીક્ષાનું ૨૦૧૪નું પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

NMMS પરીક્ષાનું ૨૦૧૫નું પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

NMMS પરીક્ષાનું ૨૦૧૬નું ભાગ-૧નું પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

NMMS પરીક્ષાનું ૨૦૧૬નું ભાગ-૨નું પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

NMMS પરીક્ષાનું ૨૦૧૭નું પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

NMMS પરીક્ષાનું ૨૦૧૮નું પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

NMMSના ઓનલાઈન ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો. 

NMMS મોબાઈલ એપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.