મકાન - વાહન ખરીદવા ઇચ્છુક કર્મચારીઓને રાહત
રાજયના સરકારી કર્મચારીઓને મકાન કે વાહન ખરીદવા માટે અપાતી પેશગી (એડ્વાન્સ)ની રકમમાં બમણો વધારો કરવામાં આવ્યો છે. કર્મચારીઓને નવું મકાન ખરીદવા માટે હવે ૧૫ લાખ અને નવી કાર ખરીદવા માટે ૫ લાખ સુધીની રકમ પેશગી પેટે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયના નાણાં વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર આદેશો પણ કરી દેવાયા છે.
પેશગી : મકાન બાંધવા ૭.૫ ને બદલે ૧૫ લાખ, કાર ખરીદવા ૨.૫દ્ગચ બદલે ૫ લાખ મળશે
નાણાં વિભાગે બહાર પાડેલા ઠરાવ પ્રમાણે સરકારી કર્મચારીઓને હાલ મકાન બાંધકામ માટે ૭.૫૦ લાખ રૂપિયા પેશગી તરીકે અપાય છે. જે વધારીને ૧૫ લાખ કરવામાં આવ્યા છે. નવા મકાન કે ફ્લેટના બાંધકામ કરવાના હેતુ માટે કર્મચારીના છઠ્ઠા પગારપંચના ધોરણે ૫૦ માસિક મૂળ પગાર અથવા મકાનની અપેક્ષિત કિંમત અથવા ૧૫ લાખ એ ત્રણમાંથી ઓછી હોય તે રકમ અપાશે.
આ ઉપરાંત વાહન ખરીદી માટે પણ પેશગીની રકમ બમણી કરાઇ છે. અત્યારસુધી મોટરસાઈકલ પેશગી મહત્ત્।મ ૩૦ હજાર રૂપિયા અને મોટરકાર માટેની પેશગી ૨.૫૦ લાખ રૂપિયા સુધી અપાતી હતી જેના બદલે હવે મોટરસાઈકલ માટે કર્મચારીના મૂળ છ પગાર અથવા વાહનની કિંમત અથવા રૂ.૬૦ હજારમાંથી ઓછી હોય તે રકમ તેમજ મોટર કાર માટે રૂ.૫ લાખ મંજૂર કરવાનો નિર્ણય લેવાયો છે. વાહન ખરીદી ખર્ચમાં થયેલા વધારાને ધ્યાને લઇને સરકાર દ્વારા પેશગીમાં બમણો વધારો કરીને કર્મચારીઓને ખુશ કરવાનો પ્રયાસ કરાયો છે.
No comments:
Post a Comment