Thursday, February 26, 2015

જો તમે વોટ્સ એપ, ટેલીગ્રામ કે અન્ય મેસેજિંગ એપ્સ પર તમારા ફ્રેન્ડસ સાથે ચેટીંગ કરી રહ્યા છો અને તે દરમિયાન તમે લેપટોપ કે કોમ્પ્યુટર [ પીસી ] પર જરૂરી કામ કરી રહ્યા છો તો વારંવાર મોબાઈલ પર મેસેજનો રિપ્લાય કરવાનું થોડું મુશ્કેલ બની જતું હોય છે. આ મુશ્કેલીથી બચવા અમે તમને એક ઉપાય જણાવી રહ્યા છે. જેની મદદથી તમે તમારા કામની સાથે સાથે તમારા ફ્રેન્ડસની સાથે કરી શકશો. કારણ કે મેસેજ નોટિફિકેશન તમારા ડેસ્કટોપ પર મળશે અને તમે તમારા કોમ્પ્યુટર કે લેપટોપમાંથી જ તમારા ફ્રેન્ડસને રિપ્લાય કરી શકશો, તો આવો જાણીએ કેવી રીતે મેળવી શકાશે નોટિફિકેશન.......




“પુશબુલેટ”ની મદદથી તમારા સ્માર્ટફોનમાં મેસેજિંગ્સ એપમાં આવતા મેસેજને તમારા ડેસ્કટોપથી રિપ્યાય કરી શકો છો. જ્યારે પણ વોટ્સએપ અથવા તો અન્ય એપ્સ પર કોઇ મેસેજ આવશે તેનુ તમારા ડેસ્કટોપ પર નોટિફિકેશન દેખાશે. જેના પર ક્લિક કરી તમે મેસેજને વાંચવાની સાથે સાથે રિપ્લાય પણ કરી શકો છો. તમે જ્યારે ઇચ્છો ત્યારે તમારા મોબાઇલ અને કોમ્પ્યુટરને કનેક્ટ કરી શકો છે.

કઇ કઇ એપ્સને સપોર્ટ કરે છે “પુશબુલેટ”
વોટ્સએપની સાથે સાથે ટેલીગ્રામ, હેગઆઉટ, ફેસબુક અને લાઇનને સપોર્ટ કરે છે. થોડાજ સમયમાં અન્ય એપ્સને પણ “પુશબુલેટ”માં સમાવી લેવામાં આવશે. જ્યારે વોટ્સએપ પર કોઇ મેસેજ આવશે ત્યારે તમને એક નોટિફિકેશન મળશે ઇને સાથે સાથે તમને રિપ્લાય બટન પણ મળશે જેના પર ક્લિક કરીને તમને રિપ્લાય કરી શકો છો. જો કે હેંગઆઉટ પર રિપ્લાઇ કરવા માટે તમારે એન્ડ્રોઇડ વેર એપ ઇંસ્ટોલ કરવી પડશે. તમારે વેર વોચ રાખવાની કોઇજ જરૂર નથી અને તમારે આ એપને ખોલવા માટે પણ તેની જરૂરીયા નહી પડે

કેવી રીતે ઉપયોગ કરશો “પુશબુલેટ”
આ સુવિધા માટે તમારે તમારા મોબાઇલમાં પુશબુલેટ એપ ડાઉનલોડ કરવી પડશે. સાથે સાથે તમારી સિસ્ટમમાંથી પુશબુલેટ.કોમ પર જઇને સાઇન-ઇન કરવુ પડશે. ત્યાર બાજ તમારા માબાઇલ અને કોમ્પ્યુટરને સિંક કરશે. ત્યાપછી એપ્સના મેસેજ તમારા કોમ્પ્યુટર પર નોટિફિકેશનની જેમ આવવા લાગશે. જો તમે વેબબ્રાઉઝરનો સપોર્ટ લેવા નથી માંગતા તો તમે આ એપ્લિકેશનને તમારા કોમ્પ્યુટરમાં ઇંસ્ટોલ પણ કરી શકો છો.

તમારા સ્માર્ટફોનમાં પુશબુલેટનો ઉપયોગ કરવા માટે મોબાઇલમાં એન્ડ્રોઇડ4.4(કિટકેટ) અને તેનાથી અપડેટેડ વર્જન હોવુ જરૂરી છે. આ ઉપરાંત આ એપ આઇફોન(આઇઓએસ) વિન્ડોઝ, બ્લેકબેરી પર પણ ઉપલબ્ધ છે. તમે તમારા પીસી પર તમારા સ્માર્ટફોનના મેસેજ રિડ કરી સકોછો અને તેનો રિપ્લાય પણ કરી શકો છો.
 Courtesy. Divyabhaskar Newspaper, Date 26.02.2015http://edumatireals.blogspot.in/2015/02/pushbullet-helful-for-facebook-telegram.html

No comments: