eteachers
eteachers
Pages
- HOME
- (પરિપત્રો) PARIPATRO
- બાળગીતો
- Mega Materials std 1 to 8
- BALGEETO ANE BALVARTAO
- REVANUE TALATI ONLINE TEST
- NEWS PAPERS
- SARAKARI BHARTI NI WEBSITE
- GUJARAT SARKARNI VIVIDH YOJANAO
- AVKASH DARSHAN(NASA)
- LIST OF ALL BANKS
- AAYURVEDA
- GUJARATI SAHITYA
- AAJNO DIN MAHAN
- CCC/CCC+
- TET/TAT/HTAT MATERIALS
- GUJ./ENG. DICTIONARY
- PSI EXAM MARERIALS
- GPSC MATERIALS
- HTAT MODULES
- E-Magazines
- PRAGNA MATERIALS
Sunday, July 23, 2023
Monday, January 23, 2023
ગુણોત્સવ 2.0 માટે જરૂરી તમામ ફાઈલ
👉 શાળાનું બેઝલાઈન એસેસમેન્ટ ભૌતિક
👉 શાળાનું બેઝલાઈન એસેસમેન્ટ શૈક્ષણિક
👉 ગુણોત્સવ માટે સ્કુલ ઇન્સ્પેક્ટર આવે ત્યારે શુ શુ તૈયાર રાખવું . SOE ચેક લીસ્ટ
👉 બાળકોની માસિક હાજરીની ટકાવારી કાઢવા માટેનું પત્રક
👉 એકમ કસોટી એનાલીસીસ ફાઈલ ધોરણ 3 થી ૫
👉 એકમ કસોટી એનાલીસીસ ફાઈલ ધોરણ ૬ થી ૮
👉 FLN /PAT ડેટા માટે આચાર્ય માટેની ફાઈલ
👉 FLN માટે અગત્યનું મહેસાણા ડાયટનું મોડ્યુલ
Friday, March 12, 2021
આપત્તિ અને વ્યવસ્થાપન માટેની ખુબજ ઉપયોગી ફાઈલો.
દરેકે દરેક ગ્રામ પંચાયતો, શાળાઓ માટે ઉપયોગી ફાઈલ
આપત્તિ (હોનારત) એટલે કોઈક એવી ઘટના કે જે ખૂબ પીડા કે દુઃક દેનારી, લોકોના જોખમ કરનારી અને મોટાભાગના લોકોને ઈજા કરનારી, ઉપરાંત તેમને ધન-દોલત અને માલમિલકતથી પણ ખુવાર કરનારી હોય છે. આપત્તિ એવી પરિસ્થિતિ છે કે જે ચેતવણી આપ્યા વગર કે ખૂબ ટૂંકાગાળાની ચેતવણી આપીને એકદમ ત્રાટકે છે. જાનમાલની ખુવારી સર્જી જાય છે. અને જે સમાજ જીવનને છિન્નભિન્ન કરી નાખે છે. ટૂંકમાં કહીએ તો આપત્તિ કે હોનારતને કારણે એટલા મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે કે જે કેટલાક કિસ્સાઓમાં સ્થાનિક સંસ્થાઓ કે સરકાર આવી પડેલી ખુવારીને ઓછી કરીને લોકજીવનને પુનઃ ધબકતું કરવામાં એકલાં પહોંચી વળી શકતા નથી.
🔘 વ્યવસ્થાપન :
સરળ અર્થમાં કહીએ તો આપત્તિને કારણે ઉદ્ભવતી પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા માટે લેવામાં આવતા વિવિધ પગલાંઓનો સમૂહ એટલે આપત્તિ સંચાલન. આપત્તિ સંચાલન એ આપત્તિના વિવિધ તબક્કાએ તમામ સપાટીને સ્પર્શતી નીતિઓ, વહીવટી નિર્ણયો અને કામગારીનો સમૂહ છે.
આપત્તિ (હોનારત) સંચાલનમાં આપત્તિ માટેના આયોજન અને તેના પ્રત્યુત્તરનાં તમામ પાસાઓનો સમાવેશ થાય છે. તેમાં આપત્તિ અગાઉની અને આપત્તિ બાદની તમામ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. તેનો સંબંધ આપત્તિના જોખમો અને તેના પરિણામો બંને સાથે છે. નિષ્ણાતોની વ્યાખ્યા પ્રમાણે “હોનારતનું સંચાલન એટલે કુદરતી કે માનવસર્જિત મોટી દુર્ઘટનાથી સર્જાયેલ સમસ્યાના નિરાકરણ માટે આયોજીત સંચાલકીય પ્રવૃત્તિ.”
🔘 આપત્તિ મુખ્યત્વે બે પ્રકારની હોય છે.
- કુદરતી આપત્તિ
- માનવસર્જિત આપત્તિ
🔘 કુદરતી આપત્તિ એટલે શું
કુદરતી હોનારતોમાં ધરતીકંપ, પૂર, વાવાઝોડું, સુનામી, દરિયાઈ ભૂકંપ, હિમપ્રપાત, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, જ્વાળામુખી, દાવાનળ, તીવ્ર ઠંડી વગેરે આવે છે. આ બધી હોનારતો પર માનવનો અંકુશ મહ્દઅંશે નથી હોતો.
કુદરતી આપત્તિ એટલે કે... કુદરતી વિનાશ એ કુદરતી વિપત્તિ (ઉદા. તરીકે પૂર,ભયંકર વાવાઝોડુ, જ્વાળામુખી ફાટી નીકળવો, ધરતીકંપ, અથવા ભેખડનું ધસી પડવું)ની અસર છે, જે પર્યાવરણને અસર કરે છે અને નાણાકીય, પર્યાવરણીય અને/અથવા માનવ નુકસાનમાં પરિણમે છે. વિનાશને કારણે થતા નુકસાનનો આધાર વસ્તીની વિનાશ સામે ટકી શકવાની કે તેનાથી રક્ષણ મેળવવાની ક્ષમતા પર આધારિત છે.[૧] આ પ્રકારની સમજણ એક સૂત્રમાં રજૂ કરી શકાય:"જ્યારે આકસ્મિક ઘટના સામે લાચારી આવે ત્યારે વિનાશ સર્જાય છે."[૨] આથી કુદરતી વિપત્તિ ક્યારેય પણ અભેદ્યતા ધરાવતા વિસ્તારોમાં કુદરતી વિનાશમાં પરિણમશે નહી, ઉદા. તરીકે વસ્તી વિનાના વિસ્તારમાં મજબૂત ધરતીકંપ. કુદરતી શબ્દ સતત વિવાદાસ્પદ રહ્યો છે, કેમ કે ઘટનાઓ માનવીઓની સામેલગીરી વિના સામાન્ય રીતે નુક્શાનકારક અથવા વિનાશકારી હોતી નથી.
🔘 માનવસર્જિત આપત્તિ એટલે શું ?
માનવસર્જિત હોનારતોમાં રેલવે અકસ્માતો, હવાઈ અકસ્માતો, બસ અકસ્માતો, દરિયાઈ અકસ્માતો, ભીષણ આગ, રોગચાળો, કોમી તોફાનો, આતંકવાદી હુમલા વગેરેનો સમાવેશ થાય છે. તદ્ઉપરાંત ગ્લોબલ વોર્મિંગનો પણ આપણે માનવસર્જિત હોનારતમાં સમાવેશ કરી શકીએ. કે જે આજના યુગની મહત્વની બાબત છે. અને તેના સંચાલન પર અચૂક પગલાં લેવા અતિ આવશ્યક છે.
ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ કૂલિંગ-માનવે નોંતરેલી મોટામાં મોટી આપત્તિઓ છે.
માનવસર્જિત હોનારતો માટે માનવીય કારણો જેવા કે જંગલોનો નાશ, પાણી અને જમીનના સંચાલનમાં બેદરકારી, ભૂગર્ભ અણુધડાકા, રાસાયણિક પ્રયોગો, નદી ઉપર બંધાતા મોટા ડેમો વગેરે કારણો જવાબદાર ગણવામાં આવે છે. વિશ્વની અમુક માનવસર્જિત હોનારતો વિશે નીચેના મુદ્દાઓ સૂચન કરે છે.
આપણે જોયું કે આપત્તિ એટલે શું? એના પ્રકારો કુદરતી અને માનવસર્જિત અપાતીઓ. આ કુદરતી અને માનવસર્જિત અપાતીઓની પૂર્વતૈયારી રૂપે આપણી શાળા કે ગામ કક્ષાએ આપણે આગોતરું શું..શું... આયોજન કરી શકીએ.
તે માટે અત્રે અહિયાં કેટલાક મોડ્યુલ મુક્યા છે. એમાં PDF, વર્ડ, તેમજ પાવરપોઈન્ટ ફાઈલો આપેલ છે જે દરેક શાળા, શિક્ષકો તેમજ ગ્રામપંચાયતો ને ખુબજ ઉપયોગી થશે.
➜ આપત્તિ અને વ્યવસ્થાપન શાળા આયોજન ફાઈલ_PDF
તો આપણે સૌ સાથે મળીને સહિયારા પ્રયાસો કરીએ અને કુદરતી તથા માનવ સર્જિત આફતોના નુકશાનથી બચીએ.
આ માહિતી આપણે ઉપયોગી લાગી હોય તો આગળ શેર અવશ્ય કરજો. જેથી કરીને અન્યોને પણ કામ લાગે. થેન્કયુ....
Friday, February 5, 2021
તમામ ધોરણની ઘરે શીખીયે મહિના પ્રમાણે પીડીએફ ડાઉનલોડ કરી શકશો
જૂન મહિનાની તમામ ધોરણની ઘરે શીખીયે ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
જુલાઈ મહિનાની તમામ ધોરણની ઘરે શીખીયે ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
ઓગષ્ટ મહિનાની તમામ ધોરણની ઘરે શીખીયે ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો